FAQ

Q 1) આ ઉધમ નંબર એ વળી નવું શું છે?

A 1) પહેલા જે ઉધ્યોગ આધાર નંબર હતો તેનું નવું સ્વરૂપ એટલે ઉધમ નંબર

Q 2) આ નંબર કોને લેવો જરૂરી છે?

A 2) આ નંબર નવા તથા જૂના એમ તમામ એવા MSME યુનિટ એ લેવા જરૂરી છે જેઓ મેન્યુફેક્ચરિંગ અથવા સર્વિસ ક્ષેત્ર માં કાર્યરત છે – અથવા થવાના છે.

Q 3) તો જેઓ ટ્રેડિંગ કરે છે તેને આ નંબર લેવાનો?

A 3) ના – તેઓ MSMEમાં આવતા નથી માટે તેઓએ આ નવો નંબર લઈ શકતા નથી

Q 4) તો જેઓ ને ચાલુ ધંધો છે એવા MSME અને જેમને આ પહેલા SSIકે EMકે ઉધ્યોગ આધાર નંબર કઢાવી રાખ્યો છે તેઓ ને પણ આ નંબર લેવો ફરજિયાત છે?

A 4) હા – પણ તેઓ માટે 31-03-2021 સુધી ટાઇમ આપેલ છે

Q 5) શું આ નંબર લેવા માટે કોઈ ફી સરકાર માં ભરવાની છે?

A 5) ના – આના માટે કોઈ ફી સરકાર માં ભરવાની નથી

Q 6) જૂના યુનિટ માં નવો ઉધમ નંબર લેવા શું કરવાનું રહેશે?

A 6) ઊધમ રજિસ્ટ્રેશન ના પોર્ટલ પર 1-7-2020 થી અરજી કરવાની રહેશે (ડોક્યુમેન્ટ સાથે જોડવા જરૂરી નથી પણ ચેક કરવા સાથે રાખવા)

  • પ્રોડક્ટ ડિટેલ્સ – બેન્ક ડિટેલ્સ – કુલ કર્મચારી – ધંધો શરૂ કર્યા ની તારીખ
    • જો વ્યક્તિગત પેઢી હોય (પ્રોપરાઇટર પેઢી) તો
    • આધાર કાર્ડ નંબર
    • પાનકાર્ડ નંબર
    • છેલ્લું ભરાયેલું ઇન્કમ ટેક્ષ રિટર્ન
    • GST નંબર (જો હોય તો – નહિતર પછી પણ અપડેટ કરી શકાશે)
    • SC / ST / OBC કે GEN
  • જો HUF માલિકી ની પેઢી હોય તો
    • આધાર કાર્ડ નંબર HUF કર્તા ના
    • પાન કાર્ડ નંબર –HUF ના
    • છેલ્લું ભરાયેલું ઇન્કમ ટેક્ષ રિટર્ન–HUF નું
    • GST નંબર (જો હોય તો – નહિતર પછી પણ અપડેટ કરી શકાશે)
  • જો ભાગીદારી પેઢી હોય તો
    • આધારનંબર – મેનેજિંગ પાર્ટનર ના
    • પેઢી નું પાન નંબર
    • છેલ્લું ભરાયેલું પેઢી નું ઇન્કમ ટેક્ષ રિટર્ન
    • GST નંબર (જો હોય તો – નહિતર પછી પણ અપડેટ કરી શકાશે)
  • LLP પેઢી હોય તો
    • આધારનંબર – મેનેજિંગ પાર્ટનર ના
    • પેઢી નું પાન નંબર
    • છેલ્લું ભરાયેલું પેઢી નું ઇન્કમ ટેક્ષ રિટર્ન
    • GST નંબર (જો હોય તો – નહિતર પછી પણ અપડેટ કરી શકાશે)
  • PVT. LTD. કંપની માટે / PUBLIC LTD. કંપની માટે
    • આધારનંબર – મેનેજિંગ ડાયરેક્ટર ના
    • કંપની નું પાન નંબર
    • છેલ્લું ભરાયેલુંકંપની નું ઇન્કમ ટેક્ષ રિટર્ન
    • GST નંબર (જો હોય તો – નહિતર પછી પણ અપડેટ કરી શકાશે)

Q 7) નવા યુનિટ માં ઉધમ નંબર લેવા માટે શું કરવાનું રહેશે?

A 7) ઉધમ રજિસ્ટ્રેશન ના પોર્ટલ પર 1-7-2020 થી અરજી કરવાની રહેશે (ડોક્યુમેન્ટ સાથે જોડવા જરૂરી નથી પણ ચેક કરવા સાથે રાખવા)

નીચે ની વિગત હાથ વગી રાખવી : દરેક પ્રકાર ના યુનિટ ને

– પ્રોડક્ટ ડિટેલ્સ – બેન્ક ડિટેલ્સ – કુલ કર્મચારી – ધંધો શરૂ કર્યા ની તારીખ

  • જો વ્યક્તિગત પેઢી હોય (પ્રોપરાઇટર પેઢી) તો
    • આધાર કાર્ડ નંબર
    • પાનકાર્ડ નંબર (જો હોય તો – નહિતર પછી પણ અપડેટ કરી શકાશે)
    • GST નંબર (જો હોય તો – નહિતર પછી પણ અપડેટ કરી શકાશે)
  • જો HUF માલિકી ની પેઢી હોય તો
    • આધાર કાર્ડ નંબર HUF કર્તા ના
    • પાન કાર્ડ નંબર –HUF ના (જો હોય તો – નહિતર પછી પણ અપડેટ કરી શકાશે)
    • GST નંબર (જો હોય તો – નહિતર પછી પણ અપડેટ કરી શકાશે)
  • જો ભાગીદારી પેઢી હોય તો
    • આધારનંબર – મેનેજિંગ પાર્ટનર ના
    • પેઢી નું પાન નંબર (જો હોય તો – નહિતર પછી પણ અપડેટ કરી શકાશે)
    • GST નંબર (જો હોય તો – નહિતર પછી પણ અપડેટ કરી શકાશે)
  • LLP પેઢી હોય તો
    • આધારનંબર – મેનેજિંગ પાર્ટનર ના
    • પેઢી નું પાન નંબર
    • GST નંબર (જો હોય તો – નહિતર પછી પણ અપડેટ કરી શકાશે)
  • PVT. LTD. કંપની માટે / PUBLIC LTD. કંપની માટે
    • આધારનંબર – મેનેજિંગ ડાયરેક્ટર ના
    • કંપની નું પાન નંબર
    • GST નંબર (જો હોય તો – નહિતર પછી પણ અપડેટ કરી શકાશે)

Q 8) MSME ની નવી વ્યાખ્યા મુજબ ટર્ન ઓવર અને મશીનરી ઇન્વેસ્ટમેન્ટ ની શું લિમિટ છે? અથવા તો કોને માઇક્રો, કોને સ્મોલ અને કોને મીડિયમ એન્ટરપ્રાઈજ કહેવાય?.

A 8)

વિગતટર્ન ઓવર અને ઇન્વેસ્ટમેન્ટ ની મર્યાદા (બંને લિમિટ ની અંદર હોય ત્યાં સુધી જ એટલે કે એક પણ લિમિટ ક્રોસ થઈ તો બીજી કેટેગરી માં જોવું)
માઇક્રો યુનિટRs 1 કરોડ સુધી નું ઇન્વેસ્ટમેન્ટ અને Rs 5 કરોડ સુધી નું ટર્ન ઓવર
સ્મોલ યુનિટRs 10 કરોડ સુધી નું ઇન્વેસ્ટમેન્ટ અને Rs 50 કરોડ સુધી નું ટર્ન ઓવર
મીડિયમ યુનિટRs 50 કરોડ સુધી નું ઇન્વેસ્ટમેન્ટ અને Rs 250 કરોડ સુધી નું ટર્ન ઓવર

Q 9) અહી ટર્નઓવર એટલે શું?

A 9) ટર્નઓવર એટલે ધંધા માં જેટલું સેલ્સ થયું હોય તે તેમાંથી જેટલું એક્ષ્પોર્ટ થયું હોય તે બાદ કરી નું ટર્નઓવર ગણવાનું છે.

Q 10) અહી ઇન્વેસ્ટમેન્ટ એટલે શું?

A 10) ઇન્વેસ્ટમેન્ટ એટલે પ્લાન્ટ અને મશીનરી માં થયેલ કુલ ઇન્વેસ્ટમેન્ટ

  • આ ઇન્વેસ્ટમેન્ટ બિલ પ્રમાણે –GST વગર નો ફિગર લેવાનો છે
  • જૂના યુનિટ માં આ ફિગર – ઇન્કમ ટેક્ષ રિટર્ન માં બતાવેલ છે તે પ્રમાણે બતાવવા નો રહેશે
  • મશીનરી નવી હોય કે જૂની બંને કિસ્સા માં જે ઇન્વોઇસ કે બિલ ની રકમ છે તે ગણવાની રહેશે એટલે કે જૂની
  • મશીનરી માં પણ જે છેલ્લું બિલ બનેલ છે તે ગણવાનું રહેશે
  • આ ઇન્વેસ્ટમેન્ટ માં લેન્ડ-બિલ્ડીંગ – ફર્નિચર કે અન્ય ફિટિંગ્સ ને ગણવાના નથી

આ ઉપરાંત નીચેની પ્લાન્ટ અને મશીનરી ને લગતા ખર્ચ પણ આ લિમિટ ની ગણતરી માં લેવામાં આવશે નહિ

  • R &D ના એક્વિપમેન્ટ
  • પોલ્યુશન એક્વિપમેન્ટ
  • પાવર જનરેશન સેટ
  • ટૂલ્સ –જિગ્સ્
  • કંજયુમએબલ સ્ટોર
  • મશીનરી ને લગતા ટ્રાન્સપોર્ટેશન ના ખર્ચ
  • ટેકનોલોજી નો હાઉ – મશીનરી ને એરેક્સન ને લગતું
  • ફાયર ફાઇટિંગ એક્વિપમેન્ટ
  • રો મટિરિયલ અથવા તો ફિનિશ ગૂડ્સ માટે સ્ટોરેજ ટેન્ક – જેનો મેન્યૂ. પ્રોસેસ માં ઉપયોગ ના થયો હોય
  • એકસ્ટ્રા ટ્રાન્સફોર્મર

Q 11) અહી ટર્નઓવર અને ઇન્વેસ્ટમેન્ટ નવા યુનિટ માં કઈ રીતે ગણી શકાય?

A 11):ટર્નઓવર

        નવા યુનિટ માટે સ્વાભાવિક છે કે હજુ તેમનું કામકાજ શરૂ જ નહિ થયું હોય તો તેવા કિસ્સા માં – યુનિટ પોતાની

રીતે અંદાજિત ટર્નઓવર નક્કી કરી અને સેલ્ફ સર્ટિફાઇડ કરી લખવી શકે છે – જોકે જેવુ તેનું પહેલું રિટર્ન 

ફાઈલ થઈ જાય ત્યાર પછી તેના આધારે તેને અપડેટ પોર્ટલ પર કરવી લેવું પડે અને ત્યાર પછી ના એપ્રિલ

મહિના થી તેની કેટેગરી – તે રિટર્ન માં બતાવેલ ટર્નઓવર અને ઇન્વેસ્ટમેન્ટ પર આધારિત રહેશે 

ઇન્વેસ્ટમેન્ટ

નવા યુનિટ માં ટોટલ પ્લાન્ટ અને માશીનરી ના બિલ –GST વગર ગણવાના રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here